લંડન: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની હાલાત લથડતા સોમવારે મોડી રાતે તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને નિયમિત ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ તબિયત બગડતા આઈસીયુમાં એડમિટ કરાયા છે. 10 દિવસ પહેલા બોરિસ જ્હોન્સનનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમને ડાઉનિંગ સ્ટ્રીટમાં ક્વોરન્ટાઈન કરાયા હતાં. તેઓ ત્યાંથી જ કામ કરતા હતાં અને દેશમાં લાગુ કરાયેલા લોકડાઉન પર નજર રાખતા હતાં. વિદેશ મંત્રી ડોમિનિક રાવ હાલ પીએમ જ્હોન્સનની જગ્યાએ કામકાજ સંભાળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાં દાખલ


બોરિસ જ્હોન્સનને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં જેની જાણકારી તેમણે પોતે ટ્વીટર પર આપી હતી. તેમણે  લખ્યું હતું કે કાલે (રવિવારે) રાતે હું કેટલાક રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ દયો તો કારણ કે મારામાં પણ કોરોનાના લક્ષણો છે. હું મારી ટીમના સંપર્કમાં છું. કારણ કે આપણે સાથે મળીને આ વાયરસ સામે લડવાનું છે અને દરેકને સુરક્ષિત રાખીશું. તેમણે અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે હું એનએચએસમાં તમામ હોશિયાર સ્ટાફનો આભાર માનવા માંગુ છું જેઓ આ કપરા સમયમાં મારો અન્ય લોકોનો ખ્યાલ રાખી રહ્યા છે. તમામ સુરક્ષિત રહે અને એનએચએસ તથા જિંદગીઓ બચાવવા માટે કૃપા કરીને ઘરોમાં રહે. 


કપરું છે આ વર્ષ 2020, કોરોના બાદ આ જોખમ તોળાવવાની ભીતિ


બ્રિટિશ પીએમઓએ કરી હતી ટ્વીટ
રવિવારે બ્રિટિશ પીએમઓએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેમને એક હોસ્પિટલના ડોક્ટરોની સલાહ પર દાખલ કરાયા છે જો કે ઈમરજન્સી જેવી કોઈ સ્થિતિ નથી અને જ્હોન્સન જ સરકારના ચીફ તરીકે કામ કરતા રહેશે. પીએમઓએ તેને સુરક્ષા કારણોસર લેવાયેલું પગલું ગણાવ્યું હતું. આઈસોલેશન દરમિયાન પણ બ્રિટિશ પીએમએ પોતાનું જરૂરી કામકાજ ચાલુ રાખ્યું હતું અને અનેક વીડિયો સંદેશ બહાર પાડ્યા હતાં. શુક્રવારે જ એક વીડિયો મેસેજમાં 55 વર્ષના જ્હોન્સને જનતાને જણાવ્યું હતું કે તેઓ પહેલા કરતા સારું મહેસૂસ કરી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube